Happy Faces Vadodara ગ્રુપની સભ્ય હોવાના ગર્વની લાગણી અનુભવતા સ્વામી વિવેકાનંદે આપેલું એક સરસ વાક્ય યાદ આવી ગયું “કરુણાજન્ય પરોપકાર ઉત્તમ છે પરંતુ શિવજ્ઞાને જીવસેવા — સર્વ જીવસેવા તો એનાથીએ શ્રેષ્ઠ છે.”
આવું જ કામ કરતું ગ્રુપ HFV મારી લાગણીઓના થાળમાં મારા વિચારો અને ભાવનાઓનો છપ્પનભોગ રજુ કરી રહી છું ત્યારે સમજાતું નથી કે ક્યાથી કરું શરૂઆત અને ક્યાં જઈને કરું અંત શબ્દો મને મળતા નથી. પણ કહેવું છે, અનંત… અનંત…
HFV ગ્રુપ કે જે કરુણાભયુું કરી રહ્યું છે ઉમદા હેતુથી લોકોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક પછી એક નવી નવી પ્રવૃત્તિઓનું આયોજન કરીને ફુલ નહી તો ફૂલની પાંખડી બનીને બનતા તમામ પ્રયત્નો કરીને લોકોનું હિત વિચારીને જે કર્યો કરી રહ્યું છે એ ખરેખર બિરદાવવાને પાત્ર છે. જરૂરિયાતમંદ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ પણ નથી મળતી, ત્યારે એના માટે બનતા તમામ પ્રયત્નો કરીને એમના ચહેરા પર સ્મિત ફેલાવવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓ અને જ્યારે આપણે નાણાકીય રીતે સધ્ધર હોઈએ ત્યારે આપણે આપણું જીવન ધોરણને ઊંચું કરીએ એના કરતાં કેટલું આપી શકીએ બીજાના જીવન ધોરણને ઊંચું કરવા એ વધારે મહત્વનુ છે.
રાષ્ટ્રને તંદુરસ્ત, ખુશ, હર્ષિત બનાવવાના લક્ષ્ય સાથે કામ કરી રહ્યું છે.
આ ગ્રુપના તમામ સભ્યોએ લોકો સુધી એક સંદેશ પહોંચાડે છે, કે આપણે કોઈકના આનંદનો ભાગ બનવું જોઈએ બીજાના દુ:ખમાં ભાગ લેવો જોઈએ. જેનાથી આપણને ચોક્કસપણે આપણાં જીવનનું એક મકસદ મળી શકે.
HFV ગ્રુપના તમામ સભ્યો સ્વયંસેવક બનીને દરેક પ્રવૃત્તિને સફળ બનાવે છે. ખરેખર આ કામ ઘણું જ મુશ્કેલ છે. આજના સમયમાં આપણે ખુદ પોતાના ચહેરા પર સ્મિત લાવી નથી શકતા, ત્યારે આ ગ્રુપ તો બીજાના ચહેરા પર સ્મિત ફેલાવવાનું કાર્ય કરે છે. એ આ સમાજ માટે ખરેખર ગર્વની વાત છે.
HFV ના ફાઉન્ડર પિયુષજી કે જેમના નામનો અર્થ જ મીઠું જળ, અમૃત (SWEET WATER) થાય છે. કહેવાય છે કે નામ જેવા ગુણ ન હોય લોકોમાં પણ પિયુષજી આ વિધાનને નિરર્થક બનાવે છે. એમનું જેવુ નામ છે એવા જ એમનામાં ગુણ છે અને એવા જ એ કામ કરી રહ્યા છે.
લી. રાધિકા રસિકભાઈ ચોવટીયા