26 જાન્યુઆરી 2020 ( HFV )
આપણો રાષ્ટ્રીય તહેવાર ગણતંત્ર દિવસ. આપણે દર વર્ષે 26 જાન્યુઆરીનો દિવસ ઘણો જ ધામધુમથી ઉજવીએ છીએ. આપણો તિરંગો લહેરાવીને દેશભક્તિ ગીતો દ્વારા આપણી રાષ્ટ્રભક્તિ દર્શાવીએ છીએ. પણ આ વર્ષે આપણો ગણતંત્ર દિવસ કંઈક અલગ રીતે ઉજવવાનો અને રાષ્ટ્ર ભક્તિ દર્શાવવાનું એચ એફ બી ગ્રુપ નું આયોજન ખરેખર બિરદાવવા ને પાત્ર રહ્યું.
26 જાન્યુઆરી 2020 ની સવારે રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને ધ્વજ વંદન કર્યા બાદ એક અનોખો કાર્યક્રમ શરૂ થયો. 2020 ની કડકડતી ઠંડી લોકોને થીજવતી હતી ત્યારે HfV ગ્રુપ દ્વારા જરૂરતમંદ લોકોને ગરમ કપડા તથા ધાબળા નું વિતરણ કરાયું.
આપણે આજે ૮ થી ૧૦ અલગ-અલગ પ્રકારના સ્વેટરઓ ઘરમાં રાખીએ છીએ. રોજે અલગ સ્વેટર પહેરવાની એક ફેશન અપનાવી છે પણ જ્યારે કડકડતી ઠંડીમાં રાતે 12 વાગ્યે રસ્તા પર જઈને જોઈએ ત્યારે ખબર પડે કે ઘણા લોકો રસ્તા પર ફક્ત એક જ સાદડી ના સહારે હોય છે.
ત્યારે તેવા લોકોની મનોવ્યથા સમજીને HFV ફાઉન્ડર મિ. પિયુષ ખરે તથા ગ્રુપના સભ્યોએ મળીને ગરીબ બાળકો તથા વૃદ્ધો માં ગરમ ધાબળા ઓનું વિતરણ કરવામાં આવ્યું અને 26 જાન્યુઆરી 2020 એક અલગ રીતે ઉજવી થીજવતી ઠંડી માં લોકોના દિલ સુધી પહોંચીને રાષ્ટ્રીય તહેવાર તથા દેશભક્તિ ની ખરી લાગણી વ્યક્ત કરી હતી.
એચએસસી ગ્રુપની દરેક પ્રવૃત્તિ અને દરેક તહેવારની ઉજવણી કંઈક અનોખી હોય છે ગર્વ છે આ ગ્રુપના સભ્ય હોવાની.
લી. રાધિકા રસિકભાઈ ચોવટિયા