કવિઓએ અને કુદરત પ્રેમીઓએ જેને ઋતુઓની મહારાણી કહી છે તે વર્ષાઋતુ સૃષ્ટિનું સૌભાગ્ય માનવજીવનની ગંગોત્રી, જીવમાત્રને આધાર, દેશની ભાગ્યવિધાતા અને આપણી એ અન્નપૂર્ણા.
વીજળીના ચમકારા કડાકા ને કાળા ડિબાંગ વાદળના ગડગડાટ વચ્ચે રીમઝીમ વરસતી વર્ષારાણી ક્યારે મુશળધાર હેલીઓ વરસાવે ….?? વરસાવે ત્યારે ચારે બાજુ આનંદ- આનંદ છવાઈ જાય છે. વર્ષાનો વૈભવ ભલે અનેરો હોય કે તેની શોભાને સૌંદર્ય ભલે ઋતુરાજ વસંત કરતાંય શ્રેષ્ઠ હોય પરંતુ જો તેનો વૈભવ અતિવૃષ્ટિ આદરી વિકરાળ રૂપ ધારણ કરે ત્યારે મહવિનાશ સર્જાઈ છે. ” જે પોષતું તે મારતું એવી દીસે ક્રમ કુદરતી ” ના નિયમ અનુસાર વર્ષા વિનાશક બને ત્યારે જનજીવન છિન્નભિન્ન થઈ જાય છે. જાનમાલની પારાવાર હાની થાય છે.વરસાદ જરૂર પૂરતો વરસે તો બધાને અમૃત જેવો લાગે છે, પણ જો હદ કરતાં વધુ વરસે તો મોતનો મહાસાગર બની સર્વત્ર વિનાશ વેરે છે.
” अति सर्वत्र वर्जयते ” એ ન્યાય વરસાદને પણ લાગુ પડે છે. આવી જ એક પરિસ્થિતિ વડોદરામાં સર્જાઈ હતી, તા.1/ 8 /2019 થી તા.4/8/2019 સુધી …….
ત્યારે સાચા અર્થમાં માનવસેવા દાખવી રહ્યું છે એવું એક ગ્રુપ જે ઉમદા હેતુથી માનવ સેવા માટે કાર્ય કરી રહ્યું છે ( HFV group)
જ્યારે વડોદરામાં પાણીનો પ્રકોપ સર્જાયો ત્યારે વડોદરાના HFV, Child-Friendly Vadodara (CFV) અને Don Bosco Snehalay ગ્રુપ એ 4 દિવસ સુધી લગભગ 12000 થી વધુ ફુડ પેકેટ , કપડાં જેવી વસ્તુઓ ચાલુ વરસાદમાં લોકોના ઘર સુધી પહોંચતી કરી હતી . આ પાણીનું પુર એક પાઠ ભણાવી ગયું ….આપણી પાસે ઘર હોવા છતાં તેમાં રહી નથી શકતા, આપણી પાસે ફોન છે, પણ એમાં બેટરી નથી માટે ઉપયોગ નથી કરી શકતાં ,આપણી પાસે વાહન છે, પણ ચલાવી નથી શકતા … આખરે કુદરત સામે માનવીની શું હેસિયત……???
આવી સ્થિતિમાં HFV ગ્રુપ ના સભ્યો એ લોકો સુધી પહોંચીને બનતા તમામ પ્રયત્નો કરીને મદદ કરી હતી . ગર્વ છે આ ગ્રુપ ના સભ્ય હોવાનું…..
ખરેખર Happy faces Vadodara Group ની તમામ પ્રવૃત્તિઓ બિરદાવાને પાત્ર છે.
………….. લી. રાધિકા રસિકભાઈ ચોવટીયા………..