21/4/2019 રવિવાર નો એ દિવસ. આ દિવસનો એક અનેરો અનુભવ… આમ તો રવિવારનો દિવસ એટલે આરામ નો દિવસ , અને એમાં પણ એપ્રિલનો રવિવાર એટલે કે ધોમધગતા તડકામાં બહાર નિકળવાનું વિચારવું પણ અઘરું છે, છતાં પણ એવા ઘણા લોકો છે કે જેમને પોતાની ફરજ બજાવવા માટે બપોરના 2 વાગ્યાનાં તડકામાં પણ ખડે પગે ઊભું રહેવું પડે છે. જેમકે ટ્રાફિક પોલીસ ……
ગમે એટલી ગરમી પડે કે તાપ પડે તો પણ એમને એમની ફરજ માટે તાપ અને ગરમી સહન કરીને ઊભું જ રહેવું પડે.
તા. 21/ 4/ 2019 રવિવાર ના દિવસે HFV (Happy Faces Vadodara) ની એક ઝુંબેશ .એક એવી ઝુંબેશ કે ઘણું નાનું કાર્ય છતાં પણ ઉંચી ભાવના વડે એક મહાન કાર્યમાં પરિણમ્યું . એ દિવસની ઝુંબેશ ટ્રાફિક પલીસને માટે ઠંડી છાશનું વિતરણ……
આ દિવસે લગભગ 2 થી 3 કલાકની અમારી આ પ્રવૃત્તિએ અમારો દિવસ યાદગાર બનાવી દિધો. અમે જ્યારે એમના ટ્રાફીક સ્પોટ પર જઇને એમને છાશ આપીને એકાદ બે મિનીટ એમની સાથે વાત કરીને ,લોકોની સલામતી માટે એક સારી વ્યવસ્થા માટે આટલી ગરમીમાં એમની ફરજ બજાવી રહ્યા છે, એના માટે એમને પ્રોત્સાહિત વાતો કરી ત્યારે એમનાં ચહેરાં પર એવું સ્મિત રેલાયું કે એ જાણે એસી વાળી ઓફીસ માં બેઠા હોય. ખરેખર તો અમે એ લોકોનો આભાર માનવા ગયા હતાં, પણ બન્યું એવું કે એ લોકોએ અમારો જ આભાર માની લીધો.
આ દિવસે અમે લગભગ 600 છાસ પેકેટનું વિતરણ કર્યું હતું.અને વડોદરા ના લગભગ બધાજ અંદાજિત 150 થી વધારે ટ્રાફિક સ્પોટ પર બપોરના 12 વાગે ઠંડી છાશ પોચે એવા હેતુ સાથે આ કાર્ય કર્યું હતું .
આ દિવસે કંઇક એવું લાગ્યું કે ઈમાનદારીથી જો તમે તમારી ફરજ બજાવતાં હોય તો એની કદર ચોક્ક્સ પણે થાય છે, એ પછી કોઈ પણ કામ કેમ ના હોય ……ગર્વ છે મને કે હું આ ગ્રુપ ની (HFV) ની સભ્ય છું જે ઉમદા હેતુથી સામાજિક કાર્ય કરી રહ્યું છે………
– રાધિકા રસિકભાઈ ચોવટીયા